Friday, March 2, 2012

એક યુગ લાગે છે..

પ્રેમનો મતલબ સમજતા એક યુગ લાગે છે ,
પણ પ્રેમ તો એક પળમાં થઇ જાય છે !!!!!
કોઈ કહે છે એ મેળવવું છે
તો કોઈ કહે છે પ્રેમ ખોવાનું નામ છે ,
બે દિશા બે રસ્તે નહીં
એ તો એકલા એકલા ચાલતા હોઈએ
ત્યારે એક સાથે ચાલતા અજનબી સાથે
દિલ મળવાનું નામ છે .....
અહીં કોઈ કસમ કે કોઈ વાયદાને અવકાશ ના હોઈ શકે ,
એક તો બસ ખામોશીથી સાથે ચાલતા રહેવાના
સ્વયંસ્ફુરિત કાયદાનું નામ છે .....
આ રાહ પર તડકો મળે કે છાંયડો ,
વિરહ મળે કે મળવાનો વાયદો ,
સાથ મળે કે હાથ મળે એની પરવાહ કેમ છે ???
એ તો દિલની દીવાલ પર ટાંગેલી
એક તસ્વીરનું નામ છે ..........
જે જન્મોજન્મ બંદ આંખોની પ્યાસ છે !!!!
Post a Comment

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ