Sunday, February 26, 2012

મારું પાછું ફરવું જરૂરી છે ......

એક દિવસની શરૂઆત છે ,
જાણે રોજનું જીવન આજે ઉદાસ લાગે છે ,
બસ એક તલાશ છે ...
એક અલગ રાહ
એક અલગ કેડી
એક અલગ એકાંત ....
દુન્યવી શોરથી દૂર સુ દૂર ...
મારે મને મળવાની ઝંખના લઇ
ચાલી નીકળું છું .....
મારો શૂન્યવકાશ કોઈકને માટે
એક આરઝુ બની રહે ,
એનું હૃદય કૈક સ્પંદન કરે
અને મને ખબર મળે ,
એના જીવનના શૂન્યાવકાશને ભરવા ,
મારું પાછું ફરવું જરૂરી છે ......

1 comment:

Shivam Rathod said...

ખુબજ સુંદર રચના

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ