Sunday, October 16, 2011

ટેરવા પર બેઠેલું ...

પ્રેમને પુસ્તકોમાં શોધ્યો ,
પ્રેમને વ્યાખ્યાઓમાં શોધ્યો ,
પ્રેમને વિવિધ ભાષાઓમાં શોધ્યો ,
જયારે એ ના મળ્યો કશે ત્યારે 
આ આંખોમાંથી આંસુ વહી ગયા અનાયાસે ,
એ તો આંસુઓમાં છુપાઈને બેસી રહ્યો હતો ......
ક્યારેક મનને પૂછવું પડે છે 
આ ખુશી અને દર્દના સંબંધ શું છે ???
આ ખુશી અને દર્દ જીવનના સિક્કાની બે બાજુઓ કેમ છે ??
આ ખુશી અને દર્દ વગર જીવન ફિક્કું કેમ છે ???
આ ખુશી અને દર્દ વગર કોઈ અધૂરું કેમ છે ????
એ જવાબ અનાયાસે આંખથી વહીને 
આંગળીથી લૂછાઈને 
ટેરવા પર બેઠેલું 
સુરજની એક કિરણને પોતામાં સમાઈને 
નાનકડું મેઘધનુષ રચેલું જેણે...
એક અશ્રુબિંદુ 
તમામ જવાબો આપીને સરી ગયું .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ