Saturday, November 14, 2009

મારું એ દર્દ ....

ક્યારેક ભીતરને તૂટતું સાંભળ્યું છે ?

બસ મૌન રહીને ,

નિ:શબ્દ શું , અકળ ઊંડાણથી ,ચુપચાપ..........

એ ધીરે ધીરે કણ કણ થઇ ને વેરાતું જાય છે ....

ખબર નથી પડતી આપણને

એ ધીરે ધીરે વલોવાતું જાય છે ...

આ દેહનું કવચ તેને બાંધી દે છે વહી જતું રોકતું રહે છે ....

ત્યારે એ દર્દ ઓગળીને ખરું પાણી થઇ જાય છે ...

અને આંખને રસ્તે આંસૂ બનીને વહેતું જાય છે ....

વહી જવા દો ને રોકતા નહીં ....

એ દર્દ તમારું પોતીકું છે ...

એને પણ દુનિયા જોવાની તક લેવા દો ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ