Monday, December 29, 2008

આ મારું સોમું પ્રકરણ છે.

કલમ પકડીને જ્યારે લખવું શરુ કર્યું હતું ત્યારનું એક સપનું પાળ્યું હતું એક પુસ્તક હોય મારું જેમાં હું મારા વિચારોની શૃંખલાને કલમબંદ કરીને કાગળ પર વહેતી કરું...

આ એકવીસમી સદી છે અને સમય સાથે કદમ દર કદમ મિલાવીને ચાલવું મને બહુ જ ગમે..
તેથી જ આ શબ્દસૂર એ મારા માટે બ્લોગ નથી પર સાઇટ પર લખાતું એક પુસ્તક છે . દિલ જે સાંભળે છે એ ધડકનને શબ્દ બધ્ધ કરીને અહીં કંડાર્યા છે. અને આ મજલ હવે ૯૯ પ્રકરણ સુધી પહોંચી ગઇ છે.

આ મારું સોમું પ્રકરણ છે.ક્રિકેટની ભાષામાં કહીએ તો સદી પૂરી કરી છે. મારા આ પૃષ્ઠ પર ક્યાંય પધારનાર મહેમાનોની સંખ્યાની કોલમ નથી. દુનિયાનાં કોઇ ખૂણે કોઇ વ્યક્તિ મારા વિચારોને વાંચે છે.જો એને ગમે તો એ ફરી વાર પધારે છે અને વાંચે છે. એ વ્યક્તિ માટે હું અજાણ છું અને મારા માટે એ આગંતુક અજાણ છે. પણ આ શબ્દસૂરની કડી બે વ્યક્તિને જોડે છે. બસ આ આનંદ જ મારા માટે પારિતોષિક સમાન છે.

આજ સુધી મારી અભિવ્યક્તિને વાંચનાર દરેક વાચકનો અંત:કરણ પૂર્વક આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આપનો સાથ સહકાર અને પ્રેરણા ની ઝંખનાસહ હું પ્રીતિ ટેલર......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ