Thursday, December 4, 2008

હું મેના....


હું મેના....
મુક્ત ગગનમાં વિહરતી ને આકાશે વાતો કરતી...
ડાળીએ ડાળીએ બેસતી ને મીઠાં ગીતો ગાતી.....
જીવનસંગીતના સૌ રાગોમાં મસ્તીથી ઝૂમતી........

એક દિવસ અનાયાસે......
આ મેના એક પિંજરે પૂરાઇ ગઇ,
મોટું પિંજર હતું વિશાળ સોનાનું,
ઉડી શકાતું એમાં પણ...
જંજીર બાંધી હતી પગે મારે એક સોનાની...
હું મેના ગીતો ગાતી હવે ..

પણ.......
એ ગીતોમાં યાદ હતી એ જંગલની...
એ ગીતોમાં યાદ હતી એ ડાળીની....
એ ગીતોમાં યાદ હતી મુક્ત વિશાળ ગગનની....
એ ગીતોમાં યાદ હતી ઊંચી ઉડાનની.......

પણ હવે પિંજરાથી પ્રેમ કરી લીધો છે....
પિંજરે પૂરનારનાં પ્રેમમાં કેદ થઇ ગીત ગાતાં શીખી લીધું છે....

હું મેના હતી ક્યારેક વિશાળ મુક્ત ગગનની.........

1 comment:

हें प्रभु यह तेरापंथ said...

પ્રીતિ ટેલર જી
આપકી કવિતા "હુ મેના" સુન્દર રચના હૈ. બહુત ખુબ યાનિ સરસ....હાર્દિક મગલ કામના.
મ્.બ્.સ્.
મુમ્બઈ

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ