ક્યારેક શોધતાં જીંદગીનો અર્થ....
કેટલાંક જાણીતા જણ હતાં,
પણ લાગ્યું હજી ઓળખ્યાં નથી....
કેટલાંક અણજાણ ચહેરા
લાગ્યું જાણે સદીઓની ઓળખાણ છે.......
મારા વજૂદનું, મારા અસ્તિત્વનું,
ખોવાઇ જવું આ મેળામાં અજૂગતું નથી...
ઓગળતી ગઇ હું એ ફરજોની શમા હતા
ઓગળતી ગઇ એ સહુની અપેક્ષાઓ હતા.......
ઓગળતા મીણમાંથી મેઁ જ કૃતિ સર્જી,
એ સર્જન હતું મારું પ્રતિબિંબ,
આશ્ચર્ય છે એ ઓગળતું નથી,
પણ એ કોઇને પસંદ નથી...
કેમ કે એ મારી અપેક્ષાઓ છે બીજા પાસેથી
કૈંક મારી માટે મેળવવાની......
આ કૃતિ એટલે એક સ્ત્રી.....
No comments:
Post a Comment