Monday, October 6, 2008

પાંખો તમને પણ મળી છે મજાની....

આ ખુલ્લી હથેળી ધરી આકાશ સામે,
મારી ભાગ્યની રેખા વાંચવાને..

એક નાનકડી ચકલી આવી,
પળભર માટે આવીને ત્યાં હથેળીએ બેસી ગઇ....

થોડું ચીં ચીં કરીને એકવાર ફરી,
ઊંચે આકાશે ઉડી ગઇ......

એ પળભર માટે આવી'તી,
મારી કોરી ક્ષણોને સ્વરોથી ભીંજવી ગઇ.....

એની પાંખોના ફડફડાટથી,
હથેળી પર જીવનનું નર્તન કરી ગઇ.....

સૂના પડેલા જીવનને જાણે,
નૃત્યના ધબકારથી ભરતી ગઇ........

એક સંદેશ હતો તેના આવવામાં, બેસવામાં,
મને એ સંદેશ વંચાવી ગઇ........

હથેળીને આમ ધરીને ન બેસો આકાશે,
પાંખો તમને પણ મળી છે મજાની,
તો બસ ઉડવા માંડો મારી સંગે.......


પ્રેરણા પીયૂષ..........

લક્ષ્ય નક્કી કરી લો અને પુરુષાર્થ કરો...
મંઝિલને તમારી સમક્ષ આવવું જ રહ્યું............

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ