Monday, September 15, 2008

તારા રુદિયામાં સમાઇ જવું છે..........

તારી આંખોમાં ઘૂઘવતા સાગરમાંથી
ઉઠતા તોફાની વાદળો તારા કેશકલાપમાં સમાઇ ગયા...
મારા દિલની કશ્તી એ તોફાનોમાં ભૂલી પડી ગઇ છે...

કોણ જાણે કેમ પણ એ તોફાની વમળમાં ડૂબી જવાનું મન થાય છે..
તારા આ રસભર હોઠોએ આપેલા મારકણા સ્મિતમાં
મને પ્રેમમાં પડવાનું ઇજન મળે છે.....

તારા કપાળ પર ઝૂલી રહેલી એક લટમાં
મારી જ જાણે પ્રતીક્ષા છે તને એવો અણસાર થયો,
ચાંદો હજી તો મધ્ય ગગનમાં ઝૂમી રહ્યો હતો
પણ મને સૂરજ ઉગ્યાનો આભાસ થયો.....

તારા કાનમાં ઝૂલતા ડૂલ પર બેસી
તારા કાનમાં પ્રેમનો એકરાર કરવાની ચાહ થાય છે,
તારી ઝલકતી ધવલ દંતપંક્તિમાં
તારા શબ્દોમાં ગુંજવાની રાહ થાય છે........

તારી કાતિલ અદાઓના વારથી હજી સુધી
કેટલા હજી સુધી ઘાયલ થયા તેને ગણવાની ખ્વાહિશ થાય છે,
પણ મારું નામ તો તું તારા પર
કુરબાન થનારાઓમાં શુમાર કરે એ જ ચાહત થાય છે......

તારી નાજુક આંગળીઓમાં
મોરપંખ શું સ્નેહસ્પર્શ બનીને ઘોળાઇ જવું છે,
તારા શ્વાસમાં ઘોળાઇને તારા રુદિયામાં સમાઇ જવું છે..........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ