Wednesday, July 23, 2008

પરિણયસૂત્ર....

મારા ક્યારેક થઇને તો જુઓ,
તન ભલે જ્યાં હોય મન મારી પાસે રહી જશે.....

નિરંતર આંખોએ રાહને તાકી છે,
જે રસ્તે તમે આવતા હતા,
શોધ્યાં છે ધૂળને હટાવીને,
જે પગલાંની છાપ તમે છોડી હતી....

પ્રતીક્ષા રહેશે અનંતની,
શ્વાસ ધબકે છે રુદિયામાં ત્યાં સુધી,
શ્વાસ જો રોકાઇ જવાની ગુસ્તાખી કરશે,
તો આવતા જન્મે એ રાહ જોઇ લઇશ......

ત્યાં જ તમે દેખાયા,
ધીરા ડગલે ડેલીમાં દાખલ થયા,
મારું રોમ રોમ ધબકવા માંડ્યું....
ત્યાં તો ધર્યું તમે તમારા પરિણયસૂત્રનું પાનું.....

પ્રેરણા પીયૂષ.......

રોજ સવારે ઉઠીને એક વાર ભગવાનનો આભાર જરુર માનો જેણે તમને આટલો સુંદર મનુષ્ય અવતાર આપ્યો છે..........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ