Monday, June 30, 2008

અને કેટલો અદ્ભુત કલાકાર!!!

આકાશના કેનવાસ પર,
બધા રંગો જાણે લહેરાઇ ગયા,
એક હવાના ઝોકાથી
જળનું પાત્ર ઢળી ગયું કેનવાસ પર..?
અને તાજા તાજા બધા રંગો
કેનવાસ પર ચેહરાઇ ગયા....
ચેહરો મારો ખીલી ઉઠ્યો હાસ્યથી,
બધા રંગો જ્યારે એક બીજામાં
ભળતા જતા,છૂટા પડતાં હતાં...
એક ભીનો ભીનો ઉન્માદ
કેનવાસના પટ પર છવાઇ ગયો હતો...
આહા....!!!!
કેટલું વિશાળ કેનવાસ હતું..!
કેટલું મોટું બ્રશ!! કેટલાં બધા રંગો!!!
અને કેટલો અદ્ભુત કલાકાર!!!
મારા ઘરની અગાસી પરથી
લાલ, લીલા,કાળા,આસમાની,પીળા રંગોના
મિશ્રણમાંથી, લાલથી સફેદ વાદળની સફર સાથે,
પહાડની પછીતેથી
રંગ રેલાવતો એ સૂરજ જ્યારે
મને મળવા આવ્યો...
મારો ચેહરો સ્મિતની ફોરમથી મ્હોરી રહ્યો...!!!

પ્રેરણા પીયૂષ....

ગુસ્સાનો સાચો ઉપયોગ આવશ્યક પરિસ્થિતિમાં કરી લેવો....
જેથી લોકો આપને નબળા ન સમજ્યા કરે......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ