Wednesday, March 28, 2012

ગગન ચોરી ગયું....

ગગન ચોરી ગયું મારી ગઝલને રાતમાં ,
સવારે એના કાફિયા જોયા ફૂલો પર ઝાકળબિંદુ બની પુષ્પો પર ....
================================================
માળી શું જાણે ખીલવાની વેદના ચાહે કુંપળ ચાહે પુષ્પ !!
પ્રસવની પીડામાં તો એક નવા અસ્તિત્વનો ઉજાસ છલકતો જાણે!!!!
================================================
મર્મને ભેદી નાખતા એ મરમને સમજ્યા જયારે તમે
તમારા હૃદયના પ્રત્યેક પાના વાંચી લીધા હતા મેં .....
================================================
ગઝલને કાલે જોઈ મહાલતામેં કાળા ઘેરા અંધકારમાં
તારલાઓ સાથે એણે મુશાયરાની મેહફીલ સજાવી હતી .....
================================================
પાનાઓ ના પાનાઓ ભરી લખતા રહ્યા જીવનભર,
એ સત્ય તો ફક્ત એક શબ્દમાં સમજવાનું હતું ,આંખોમાં હતું ..."પ્રેમ" 

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ