Thursday, February 23, 2012

એ તસ્વીરનો કોઈ ચેહરો નથી

શબ્દો સાથ ના આપે એવી એક પળ છે ,
કાચ પર ચીતરેલી એક તસ્વીર જેવી ,
ખુબ સાચવી સંભાળીને મૂકી છે એને ,
છતાંય એના તૂટી જવાનો ડર છે .......
એ ડર મને બહુ વહાલો લાગે છે ,
કેમ કે એ ડર કહે છે કે ...
કે ...
કેટલી ચિંતા રહે છે મને તારી અહર્નિશ ,
તને ખુબ સાચવવાનું ગમે છે ,
તારી કાળજી હર પળ લેવાનું ગમે છે ,
પણ કેમ એ ખબર નથી ...
કાચ પર ચીતરેલી એ તસ્વીરનો કોઈ ચેહરો નથી ,
એ એક એહસાસ માત્ર છે ભીનો ભીનો ,
એ રંગ જેને અડતા ચેહરાઈ જવાનો ભય છે ,
પણ એ લાગણી ભીની ભીની હોય તો જ મજા ......
મારી સાથે મારી સમાંતર જીવતી
મારી ભીતરની આ દુનિયા ...
એક માં હું દુનિયા સાથે દેખાતી હોઉં છું ,
અને બીજામાં હું માત્ર મારી સાથે અને ...
અને ...
પેલી તસ્વીર મારી સાથે જેને ચેહરો નથી ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ